સરકારશ્રીના આદેશ અનુસાર 3 વર્ષથી ઉપરના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં અનુભવી પ્રેમાળ શિક્ષિકા બહેનો દ્વારા નાનકડા ભૂલકાઓનું જતન કરતા હસતા-રમતા આનંદ કિલ્લોલ કરતા દેશના ભવિષ્યનું પાયાનું ઘડતર કરવામાં આવે છે. નીતનવી રમતો અને ગીતો દ્વારા સારી ટેવો બાળકમાં વિકસે તેવું પ્રેમાળ વાતાવરણ તેમને પૂરું પાડવામાં આવે છે.
કૂમળા છોડને યોગ્ય માવજતની જરૂર રહે તે ન્યાયે પ્રાયમરી વિભાગના બાળકોમાં શિક્ષણની સાથે સમજણ અને સંસ્કારોનું સિંચન થાય તેવી સ્કૂલની પોતાની આગવી પદ્ધતિથી જૂના અને અનુભવી શિક્ષકોની સંગાથે બાળકોનો વિકાસ કરવો એ સંસ્થાનો ધ્યેય છે.
તરુણાવસ્થાએ યોગ્ય દિશાસૂચન એ સમૃદ્ધ જીવન વિકાસની પારાશીશી છે. એ બાબતને ધ્યાને લેતા માધ્યમિક વિભાગમાં વિધાર્થીઓને તેમના શિક્ષણની ક્ષિતિજોને વિકસાવવા માટે કટિબદ્ધ કરી ધોરણ દશમાં ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે તેવું માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવે છે.
કોઇપણ વધારાના ટ્યુશનની જરૂરીયાત વગર ધોરણ 10ની બોર્ડની પરિક્ષામાં સારા માર્કસ સાથે ઉતીર્ણ થનાર વિધાર્થીઓની ઉચ્ચ કારકિર્દી અનુસંધાને સાયન્સ અને કોમર્સમાં તજજ્ઞ શિક્ષકો દ્વારા યોગ્ય શિક્ષણની સુવિધા સાથે કરિયર કાઉન્સિલિંગના માર્ગદર્શક સેમીનારનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રગતીના પંથ પર આગળ વધારવા હમેશા પ્રયત્નશીલ